Play all audios:
નવા વર્ષથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરનો ચહેરો જ બોર્ડિંગ પાસ અને આઇડી પ્રૂફ ગણાશે. કારણ કે, AAI સુરત એરપોર્ટને ડીજીયાત્રાની ફેસલિટી આપશે. આ ફેસિલિટી બાદ ટર્મિનલ બિલ્ડિંગમાં
એન્ટ્રીથી માંડીને ફ્લાઇટમાં બેસવા સુધીની પ્રક્રિયા માત્ર 5 જ મિનિટમા . આધુનિક ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી અને AIનો ઉપયોગ કરાશે આરોપીને તરત જ પકડી શકાશે: ડીજીયાત્રાનો ડેટા પોલીસની સાથે સુરક્ષા
એજન્સીઓ સાથે જોડાયેલો છે, જેથી કોઈ આરોપી એરપોર્ટમાં એન્ટર કરશે કે તરત જ જાણ થઈ જશે. નવી સુવિધાથી યાત્રીઓને આટલા લાભ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી મુસાફરને ભવિષ્યની બધી જ ડોમેસ્ટિક એર ટ્રાવેલ માટે
યુનિક ડીજીયાત્રા આઈડી મળશે, જે પીએનઆર સાથે લિંક હશે અને બધો જ ડેટા પોર્ટલ પર સેવ કરી લેશે. ડીજીયાત્રા પ્લેટફોર્મ મુસાફરોના ફેશિયલ બાયોમેટ્રિક સ્કેન કરીને એન્ટ્રી ગેટ, સિક્યુરિટી ચેકપોઈન્ટ્સ
અને બોર્ડિંગ ગેટમાંથી સરળતાથી પસાર થઈ શકાય છે. ફ્લાઈટની રિયલ ટાઈમ અપડેટ પણ એપ પર મળે છે, જેથી ભીડની જાણકારી મળી જાય છે. પ્લેટફોર્મ પર એન્હાન્સ્ડ ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ
ઇન્ટેલિઝન્સનો ઉપયોગ કરાશે, જેથી સેવા ઝડપી બનશે. ચેકપોઇન્ટ પેપરલેસ બનશે તેમજ કોન્ટેક્ટલેસ ટ્રાવેલ એક્સપિરિયન્સ મળશે. પેસેન્જર એરપોર્ટ પર ડીજીયાત્રા પોર્ટલ કે એપ ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી
શકે છે. આ એપ IOS-એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ છે.